ફોરેન રેમિટન્સની બાબતમાં ભારતીયો ફરી એક વખત સૌથી આગળ નીકળી ગયા છે. ભારતીયો વિદેશમાં જઈને કમાય છે અને નાણાં બચાવીને પોતાના વતન મોકલે છે. વર્ષ 2023માં ભારતીયોએ લગભગ 125 અબજ ડોલર રેમિટન્સથી સ્વદેશ મોકલ્યા છે તેવું વર્લ્ડ બેન્કના આંકડા દર્શાવે છે. ભારતીયો વિદેશ જઈને પોતાના દેશમાં વધુ નાણાં મોકલી રહ્યા છે તેના ઘણા કારણો છે. દુનિયાના હાઈ -ઈન્કમ દેશોમાં ફુગાવો ઘટ્યો છે અને લેબર માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. તેના કારણે ત્યાં કામ કરતા ભારતીયોની આવક વધી છે. ખાસ કરીને અમેરિકા, યુકે અને સિંગાપોરમાં કામ કરતા ભારતીયોએ કુલ રેમિટન્સમાં 36 ટકા ફાળો આપ્યો છે.